

પરિચય
શ્રી વિનોદભાઈ મોરડીયા,
કતારગામ ના દરેક ઘર ની પોતીકી ઓળખ, આ વિસ્તાર ની એક પણ સોસાયટી એવી નહિ હોય કે જ્યાં શ્રી વિનોદભાઈ ના અંગત મિત્રો નહિ હોય. અને કેમ ના હોય? છેલ્લા 25 કે તેથી વધારે વર્ષો થી સતત લોકોપયોગી કાર્યો અને સમાજસેવા થકી પ્રસંગોપાત દરેક ને જાહેર જીવન માં મળવાનું થાય જ. શ્રી વિનોદભાઈ (કતારગામ ના તો વિનુભાઈ જ!) ને મળીને કોઈને પણ એમ ન થાય કે આ 6.5 કરોડ ની વસ્તી વાળા સૌથી સમૃદ્ધ રાજ્ય ના મંત્રી છે. ચહેરા પર સતત સ્મિત અને સામેવાળાને સાંભળવાની તત્પરતા, એજ એમની આગવી ઓળખ.
કિશોરાવસ્થામાં સૌરાષ્ટ્ર પટેલ સમાજ માં સેવા થકી જોડાયા અને ત્યારબાદ વિશ્વ હિન્દૂ પરિષદ અને રાષ્ટ્રપ્રેમી ભારતીય જનતા પાર્ટી માં વિવિધ પદ અને સેવાઓ થકી પોતાનું એક આગવું સ્થાન ઉભું કર્યું.
તેઓ શ્રી ની રાજકીય કારકિર્દી ની અને જાહેર સેવાઓ માં યોગદાન :
- 16 વર્ષ ની કિશોરાવસ્થા માં વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગ દળ થકી સેવાયજ્ઞ માં જોડાયા
- વર્ષ 2005 માં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન માં કતારગામ વોર્ડ માં થી કોર્પોરેટર તરીકે ચૂંટાયા
- SMC માં ટાઉન પ્લાનિંગ કમિટી માં ચેરમેન તરીકે બે-વાર સેવા આપી
- 2017 માં રાજ્યની વિધાનસભામાં, કતારગામ (સુરત) ની સીટ પરથી ભવ્ય વિજય મેળવીને ધારાસભ્ય તરીકે સેવાઓ શરુ કરી
- 2022 માં રાજ્ય સરકાર માં શહેરી વિકાસ મંત્રી તરીકે સેવાઓ આપી
Our Recent Activity

બ્રિજ સિટી તરીકે નામના મેળવનાર સુરત શહેરમાં આજે વધુ એક બ્રિજ લોકોને સમર્પિત કરવામાં આવ્યો.16મા બ્રિજ મોટા વરાછા તાપી બ્રિજનું કેન્દ્રીય મંત્રી અને સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશ સાથે મળી લોકાર્પણ કર્યું.

આજરોજ સુરતમાં યુવા શક્તિ ટ્રસ્ટનું ઉદ્ઘાટન કર્યું. જેમાં સુરતના મેયર શ્રી હેમાલિબેન બોઘવાલા પણ હાજર રહ્યા. યુવા શક્તિ ટ્રસ્ટ સદાય સર્વશક્તિ સાથે માનવસેવા કરતું રહે તેવી તમામ ટ્રસ્ટીઓને શુભેચ્છાઓ.

આજરોજ કોર્પોરેટર શ્રીમતી જ્યોતિબેન પટેલ, નરેન્દ્રભાઈ પાંડવ, અક્ષય કથરોટિયા, યુવા પ્રમુખ સંદીપ માંગુકિયા, યુવા મહામત્રી સંજય માલણકિયા, BLO મનસુખભાઈ ઠુમ્મર સહિતના હોદ્દેદારોએ મુલાકાત કરી

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે. પી. નડ્ડાજીના ગુજરાત પ્રવાસ દરમિયાન આજે તેમના અધ્યક્ષસ્થાને ‘કમલમ્’ ખાતે પ્રદેશ પાર્લામેન્ટ્રી બેઠક યોજાઈ. જેમાં માનનીય સાંસદશ્રીઓ તેમજ ધારાસભ્યશ્રીઓ સાથે હાજરી આપી.

રાજ્યના તમામ નગરપાલિકાઓના વિકાસ માટે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ના વરદ્ હસ્તે રાજ્યની તમામ મનપા, નપા અને શહેરી વિકાસ સત્તામંડળોને કુલ રૂ. 1184 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી. આ ફંડમાંથી આ વિસ્તારોના નાગરિકોને વધુ યોગ્ય સુવિધાઓ મળે તેમજ તેમનું જીવન વધુ ઉત્કૃષ્ટ બને તેવા વિકાસના કાર્યો કરવામાં આવશે.

આજરોજ સ્વર્ણિમ સંકુલ ખાતે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી આવેલા ધારાસભ્યો તેમજ મુલાકાતીઓ સાથે મુલાકાત કરીને તેમની રજૂઆતો અને પ્રશ્નો સાંભળ્યા. આ તમામ મુશ્કેલીઓનો સત્વરે ઉકેલ લાવવા માટે જરૂરી સૂચનો કર્યા.